ગુજરાત

gujarat

ETV Bharat / videos

જીલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂત઼ડાનો વિદાય સમારોહ યોજાયો

By

Published : Sep 4, 2019, 12:35 AM IST

પાટણઃ જિલ્લામાં DSP તરીકે શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યા પછી અસામાજીક તત્વો ભુગર્ભમાં જતાં રહ્યાં હતાં. તેમના કાર્યકાળમાં ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવ્યો હતો. જાબાંજ મહિલા અધિકારીની દિલ્હી IBમાં બદલી થઈ છે. મંગળવારે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા તરીકે શોભા ભૂતડાએ અનેક ગુના ઉકેલ્યા છે. આ ઉપરાંત તેમણે પોલીસ અને પ્રજા વચ્ચે સબંધનો સેતુ વધુ મજબુત બને તેવા પ્રયાસો કર્યા છે. તેમની શ્રેષ્ઠ કામગીરી જોતા તેમની બદલી ઈન્ડેલીજન્સ બ્યુરોમાં કરાઈ છે. જેથી પાટણ જિલ્લા પોલીસ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પાટણ પાોલીસે તેમને સંમાનિત કરી ભાવભીની વિદાય આપી હતી. તેમજ પોલીસ કર્મચારીઓ ભાવવિભોર થયા હતાં. પોલીસ કર્મચારીઓએ પહેલી વાર અલગ અંદાજમાં કોઈ પોલીસ અધિકારીને વિદાય આપી હોય તેમાં રથની જેમ કાર ખેંચીને તેમના તેમના આગામી કાર્ય માટે શુભેચ્છાઓ અપાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details