લોક ડાયરાના જાણીતા કલાકાર હકાભા ગઢવીએ કોરોનાનું ગીત લલકાર્યું - કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો
મોરબી: સમગ્ર ભારતમાં દિન પ્રતિદિન કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થતો જાય છે. સરકાર કોરોના વાઈરસ સામે જાગૃતિ લાવવા અનેક પ્રયાસો કરી રહી છે. અનેક સામાજિક સંસ્થાઓ પણ આ અપીલમાં જોડાઈ છે. ત્યારે હવે કલાકારો પણ મેદાને આવ્યા છે. પોતાની કલા થકી કોરોના સામે લડવા અને જાગૃતિ માટેના સંદેશ આપી રહ્યા છે. જેમાં કીર્તીદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના કલાકારોએ ગીત બનાવીને કોરોના સામે લડવા જુસ્સો આપ્યો છે. હવે લોક ડાયરાના કલાકાર હકાભા ગઢવીએ પણ કોરોનાને ગીત ગાઈ લલકાર ફેકયો છે.