મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને EVM ફાળવવામાં આવ્યાં
મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલે રવિવારે યોજાવાની છે, ત્યારે દરેક મતદાન મથકમાં EVM પહોંચાડવા માટેની કામગીરી આજે શનિવારે શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, 3 નગરપાલિકાઓની તેમજ 5 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે. જે અંતર્ગત કોવિડ-19 ગાઈડલાઈનના પાલન સાથે ત્રણ તબક્કામાં EVM ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ્યાં મતદાન થવાનું છે તે બૂથો પર કોરોના સંક્રમણ ન ફેલાય માટે તમામ તકેદારી ધ્યાન રાખવામાં આવી છે.