આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે EVM ફાળવાયાં - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021
આણંદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવશે, ત્યારે આણંદ નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા EVMની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને જિલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર વીણા પટેલ દ્વારા EVM ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. આણંદ શહેરમાં આવેલ એમબી સાયન્સ કૉલેજમાં આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આણંદ નગરપાલિકાના કુલ 199 મતદાન મથકો માટે કુલ 212 EVMને આણંદ નગરપાલિકા ચૂંટણી પ્રક્રિયામાં ફાળવવામાં આવ્યાં છે. આ સાથે જ તમામ બૂથ પર 5 કર્મચારીઓનો સ્ટાફ તથા રિઝર્વ સ્ટાફ સાથે 1200 જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બનવાના છે.