બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે એવી ભાવનાએ જ ગુરુમંત્ર - guru purnima
વલસાડઃ તિથલ દરિયા કિનારે આવેલ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ખુબજ આસ્થાનું પ્રતીક છે. અહીં દર પૂનમે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને ધાર્મિક પ્રવચનો યોજાય છે. ત્યારે આ ગુરુ પૂર્ણિમાએ પણ સંતો દ્વારા ભાવિકોને જીવન નિર્વાહ માટે વિશેષ ગુરુ મંત્ર આપવામાં આવ્યો છે. "બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું". વલસાડના તિથલ દરિયા કિનારે આવેલું ભવ્ય નિર્માણ પામેલો સ્વામિનારાયણ ભગવાનનું મંદિરમાં અનેક લોકો દર્શનાર્થે આવે છે અને અનેક લોકો આસ્થા ધરાવે છે. દરેક ગુરુપૂર્ણિમાએ અહીં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાધુ-સંતો દ્વારા વ્યાખ્યાન અને પ્રવચન યોજાય છે. જેના કારણે અહીં આવનાર દરેક ભાવિકો પોતાના જીવનમાં સંતો દ્વારા આપેલા વચનોને ઉતારી સર્વાંગી વિકાસ કરી શકે અને ધાર્મિક ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે પણ તેઓ આગળ વધી શકે તેવી ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી કોઠારી સ્વામી દ્વારા વિશેષ ગુરુમંત્ર સ્વરૂપે પરોપકાર તેમજ બીજાના ભલામાં આપણું ભલું જેવો ગુરુ મંત્ર આપી ભાવિકોને પ્રગતિના પથ ઉપર લઈ જવાનું આવાહન કર્યું છે. આ સમગ્ર બાબતે સંત શ્રી કોઠારી સ્વામીએ Etv Bharat સાથેની ખાસ વાતચીતમાં કરી હતી.