વડોદરાના એક ઘરમાં શ્રીજીની સ્થાપના સાથે કોરોના વોરિયર્સનું ડેકોરેશન કરવામાં આવ્યું - news of vadodara
વડોદરા: કોરોનાની મહામારીમાં પોલીસ, સફાઈકર્મી, તબીબ અને મીડિયા દ્વારા પોતાનો જીવ જોખમમાં મુકીને ફ્રન્ટ લાઇનના વોરિયર્સ તરીકે ફરજ બજાવવામાં આવી છે, ત્યારે વડોદરાના એક ઘરમાં આ ફ્રન્ટ લાઇનના વોરિયર્સની થીમ પર શ્રીજીની સ્થાપના કરી ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ થીમમાં હોસ્પિટલ પણ દર્શાવવામાં આવી છે. આ તમામ વસ્તુઓ કાગળમાંથી એટલે કે, સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવી છે. આ ઉપરાંત બે ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વોરિયર્સ તરીકે સેવા આપનારાના ફોટોગ્રાફ પણ રજૂ કરવામાં આવ્યા છે.