પંચમહાલના માતરિયામાં હાઈ વોલ્ટેજથી વિજઉપકરણો બળ્યા, લોકોએ નોંધાવ્યો વિરોધ - matriya vejma
પંચમહાલઃ જિલ્લાના માતરિયા વેજમાં ગામમાં શુક્રવારે રાત્રે વિજળી ગુલ થઈ હતી. જેને લઈ ગ્રામજનો દ્વારા સંતરોડના MGVCLમાં જાણ કરી હતી. તેના બાદ વીજ કર્મચારીઓ આવીને લાઈટ ચાલુ કરી ગયા હતા, પરંતુ થોડા સમય બાદ અચાનક વીજ પ્રવાહ વધી જતાં માતરિયા વેજમાં ગ્રામજનોના વીજ ઉપકરણો હાઈ વોલ્ટેજના કારણે બળી ગયા હતા. જેમાં ખાસ કરીને પંખા, બલ્બ ટીવી અને ફ્રીજ બળી ગયા હતા. ગ્રામજનો દ્વારા પોતાના વિજઉપકરણોને થયેલા નુકસાનનું વળતર લેવા MGVCL સામે વિરોધ નોંધાવ્યો હતો.