'મહા' વાવાઝોડાની અસર, ભરુચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ - half inches of rain in Ankleshwar
ભરૂચઃ અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું સમેટાઈ ગયું છે અને વાવાઝોડાનો ખતરો પણ ટળી ગયો છે. પરંતું આ ચક્રવાતની અસર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વર્તાઇ રહી છે. જેના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાનાં તમામ નવ તાલુકામાં કમોસમી વરસાદનાં ઝાપટા ઓછા વધતા પ્રમાણમાં જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો, આમોદમાં 4 MM, અંકલેશ્વરમાં 1.5 inch, ભરૂચમાં 8 mm, હાંસોટમાં 1 inch,જંબુસરમાં 2 mm, નેત્રંગમાં 11 mm, વાગરામાં 7 mm, વાલિયામાં 14 mm અને ઝઘડિયામાં 7 mm વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કપાસ, ડાંગર અને શાકભાજીના પાકને કમોસમી વરસાદની માઠી અસર થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે.