રેડિયન્ટ સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશન અને ફી અંગે વાલીઓેએ કર્યો વિરોધ - એજ્યુકેશન અને ફીનો બાળકોના વાલીઓેએ કર્યો વિરોધ
સુરત: હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવા માટે વાલીઓ પર દબાણ સાથો-સાથ ત્રણ ત્રણ કલાક નાના બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યાં છે. જેનો બાળકોના વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી રેડિયન્ટ સ્કૂલના વાલીઓએ હોબાળો મચાવતા ઉમરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્કૂલ આચાર્યએ વાલીઓને મળવાની ના પાડતા વાલીઓએ લેખિતમાં ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ બંધ કરવા જણાવ્યું હતું.