ભણેલો યુવા વર્ગ માસ્ક પહેર્યા વગર ફરે છે, આવું ચાલતું રહેશે તો મહામારીનો કદાચ ક્યારેય અંત નહીં આવેઃ હાઈકોર્ટ - કોરોના
અમદાવાદ : સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે અને લોકો હજૂ પણ માસ્ક વગર ફરે છે, એ અંગે દુઃખ વ્યક્ત કરતા હાઈકોર્ટે નોંધ્યું કે, ભણેલા વર્ગના લોકો પણ માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટનસિંગ રાખતા નથી. જેથી કદાચ આ મહામારીનો અંત નહીં આવે. હાઈકોર્ટે લોકોને કોરોનાથી બચાવ માટેની ગાઈડલાઈનને સ્વીકારવા લોકોને વિનંતી કરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેટલાક મહત્વના નિર્દેશ કરવામાં આવ્યા છે. આ નિર્દેશ આ મુજબ છે. 1). સાંજના સમયે બહાર નીકળતા લોકો અને ખાસ કરીને યુવા વર્ગ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે. 2) રાજનેતાઓ પણ ભીડ ભેગી ન કરે અને કોરોના નિયમોનું પાલન કરે. 3) ચાની કીટલી, મોલ, દુકાનમાં લોકો માસ્ક વગર પ્રવેશતા નજર પડશે તો ગ્રાહક નહીં દુકાનદારને દંડ ફટકારવામાં આવશે. 4) કોઈપણ વ્યક્તિને માસ્ક વગર દુકાનમાં પ્રવેશ આપવો નહીં. 5) સરકાર પગલાં લઈ રહી છે પરંતુ લોકોનું સહયોગ જરૂરી. 6) રાજસ્થાન હોસ્પિટલ કેસમાં શાહીબાગ પોલીસ તપાસ રિપોર્ટ રજૂ કરે. 7) જ્યાં કોરોના વધુ છે ત્યાં હાઈ-એલર્ટ આપવામાં આવે. 8) કોરોના પોઝિટિવ અને મૃત્યુના આંકડામાં ચેડાં થાય છે તેવો આક્ષેપ સાચો હોય તો સમાજના હિતમાં નથી.