બોટાદ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા - જાનહાની
બોટાદ: સમગ્ર ગુજરાતમાં જ્યારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે ત્યારે રવિવારે બોટાદ શહેર તથા જિલ્લામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપનો આંચકો રાત્રે 8.13 મિનિટ આસપાસ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ ગામે હતું. ભૂકંપના આંચકાથી બોટાદ શહેર તથા જિલ્લામાં કોઈપણ જાતની જાનહાની કે કોઈપણ જાતનું નુકસાન થયું ન હતું.