કૃષ્ણની કર્મભૂમિથી મર્મભૂમિ સુધી, દ્વારકાથી સોમનાથ સુધીની ભળકેશ્વર યાત્રાનો થશે પ્રારંભ - કૃષ્ણની કર્મભૂમિથી મર્મભૂમિ સુધી
ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નુતન ભાલકા મંદિર પર નુતન સુવર્ણ કળશ અને ધ્વજા રોહણ સહીત ત્રીદિવસીય મહોત્સવ યોજવામાં આવશે. જેમાં સમસ્ત આહીર સમાજ યજમાન બનશે. દ્રારકાથી સોમનાથ સુધી રથયાત્રા યોજવામાં આવશે. ભગવાન શ્રીક્રૃષ્ણને શિકારીના હાથે ભાલો લાગ્યો અને માનવ લીલા સંકેલીએ ભાલકાનું જૂનુ મંદિર હતું તે જગ્યા પર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા 12 કરોડના ખર્ચે નવું મંદિર બનાવ્યું છે જેના શિખર પર સોનાનો કળશ અને ઘ્વજા રોહણનો ત્રણ દીવસનો કાર્યક્રમ યોજાયો છે. આગામી 11 ઓક્ટોબરે દ્રારકાથી ભવ્ય રથયાત્રા શરૂ થશે. જે વિવિધ શહેરોમાં ફરી 13 ઓક્ટોબરે ભાલકા મંદિરે પહોંચશે. તેમજ આ સાથે કથા સહિત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.