માવઠાના પગલે ખેડુતોને ભારે નુકશાન, ETVનો ખેડુતો સાથેનો સીધો સંવાદ
સાબરકાંઠા: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારના રોજ એકાએક ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. જેને લઈને અચાનક જ વરસાદ પડતા ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે શાકભાજીના પાકનું વડતર પણ સરકાર દ્વારા આપવામાં આવતું નથી. જેને લઇને ખેડતો પણ ચિંતામાં જોવા મળી રહ્યાં છે. આ સમસ્યા અંગે ખેડુતોના પ્રશ્નો અને સરકાર સમક્ષ માંગો અંગે જાણવા ઇટીવી ભારત પહોચ્યું સાબરકાંઠાના પ્રાંતિજ ગામે, જે ખાસ કરીને ફુલાવરની ખેતી માટે પ્રખ્યાત છે.