દૂધસાગર ડેરીએ ફરી 25 રૂપિયાનો ભાવ વધારો કર્યો, 6.25 લાખ દૂધ ઉત્પાદકોને મળશે લાભ - દૂધ ઉત્પાદકો
મહેસાણાઃ દૂધ સાગર ડેરી દ્વારા પશુ પાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યાં છે, જેમાં આગામી 11 માર્ચથી ડેરી સાથે સંકળાયેલા 6.25 લાખ દૂધ ઉત્પાદકોને 70 દિવસમાં બીજીવાર દૂધના કિલો ફેટે રૂ.25નો ભાવ વધારો મળી રહ્યો છે. દૂધ સાગર ડેરી દ્વારા દૂધની આવક અને સેલિંગ આધારે દૂધના ભાવમાં વધ-ઘટ કરવામાં આવતી હોય છે, ત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે દૂધની આવક ઘટવાની પુરી શક્યતાઓ સાંપડતી હોય છે. જો કે, દૂધની આવકમાં ઘટ વર્તાય તે પહેલાં જ દૂધ સાગર ડેરીએ પશુપાલકો ને 625ના બદલે રૂ.25નો ભાવ વધારો કરી કિલો ફેટે દૂધના 650 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે.