પોરબંદર કડિયાપ્લોટ વિસ્તારમાં 20 દિવસથી પીવાના પાણીની પાઈપલાઈન તુટી, તંત્ર બેખબર
પોરબંદરના કડીયાપ્લોટમાં આંબેડકર ભવન સામે આવેલ શેરીમાં પાલિકાના કર્મચારી કનેક્શન આપવા આવ્યા હતા. તે દરમિયાન, પીવાના પાણીની પાઈપ લાઇન તૂટી ગઈ હતી. પરંતુ, છેલ્લા 20 દિવસથી રજુઆત કરવા છતાં, કામ ન થતા સ્થાનિકોએ આવેદન આપી ફરિયાદ કરી હતી. જ્યારે, આ બાબતે પાલિકાના ઈજનેર સાથે વાત કરવામાં આવી તો કહેવામાં આવ્યું કે, બે દિવસમાં કાર્ય થઈ જશે.