રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે ડૉ. દર્શિતા શાહની નિમણૂક થતાં ખાસ વાતચીત - ડો. દર્શિતા શાહ
રાજકોટ: આજે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર પદે ડૉ. દર્શિતા શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ETV ભારત દ્વારા ડૉ. દર્શિતા શાહ સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજકોટ વધુમાં વધુ સ્માર્ટ બને તેમજ દેશમાં રાજકોટની એક અલગ ઓળખ થાય તે દિશામાં કામ કરીશ. ઉલ્લેખનીય છે કે, ડૉ. દર્શિતા શાહનો બીજી વખત ડેપ્યુટી મેયરના પદ પર પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે તેમના સમર્થકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.