શ્રમિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું - vadodra samachar
વડોદરાઃ શ્રમિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે ભારતીય મજદૂર સંઘ દ્વારા વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા મજદૂર સંઘ સંચાલિત ભારતીય મજદૂર સંઘ દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં 150થી વધુ શ્રમિકો જોડાયા હતા. આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી. ભારતીય મજદૂર સંઘના આગેવાનો દ્વારા શ્રમિકોના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાનને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.