આંગણવાડી અને પ્રાથમિક શાળાના ભુલકાઓને સ્વેટરનું વિતરણ - આંગણવાડી અને પ્રાથમિક શાળા
અમદાવાદઃ શિયાળો બરાબર જામ્યો છે. કડકડતી ઠંડીમાં ગરીબ બાળકો શાળાએ જતા હોય છે, તેમની પાસે નથી સ્વેટર કે નથી ગરમ કપડા. એવામાં શ્રી મા મહાદેવી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને હરિ ૐ શ્રી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંગણવાડીના ભુલકાઓને સ્વેટરનું વિતરણ કરીને ઉમદા ઉદાહરણ પુરૂં પાડવામાં આવ્યું હતું. સેવાભાવી ટ્રસ્ટીઓ પોતે આવીને કરજણ તાલુકાના અણસ્તુ પ્રાથમિક શાળામાં દરેક બાળકોને તેમજ આંગણવાડીના ભુલકાઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક બાળકોના મુખ પર હાસ્ય રેલાયું હતું, ત્યારે નાના ભુલકાઓનું આ હાસ્ય આશીર્વાદથી કમ ન હતું. આ પ્રસંગે વડોદરા મહાનગર સેવા સદનના કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળાના સંચાલકોએ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.