મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા રાશન કિટ વિતરણ કરવાનો સેવાયજ્ઞ - સેવાયજ્ઞ
મોરબી: હાલમાં કોરોનાના હાહાકાર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને રોજનું કમાઈને ખાનારા ગરીબ પરિવારો ભોજનથી વંચિત ના રહી જાય તેવા હેતુથી યંગ ઈન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળની ટીમે રાશન કિટ તૈયાર કરી છે. જેમાં અનાજ, શાકભાજી, તેલ, મરી મસાલા સહિતની આ કિટ 14 દિવસ ચાલે તે રીતે તૈયાર કરીને રોજ વિતરણ કરી રહ્યા છે. તેમજ પ્રતિદિન 300 કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા કુલ 3000 કિટ તૈયાર કરીને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સંસ્થા અગ્રણી જણાવી રહ્યાં છે. જરૂરત જણાયે વધુ કિટ તૈયાર કરીને વિતરણ કરવા પણ સંસ્થા તૈયાર હોવાનું જણાવ્યું હતું.