વડોદરામાં સંજય નગર ખાતે વિસ્થાપિતો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ - Sanjay Nagar displaced
વડોદરાઃ શહેરના સંજય નગર ખાતે વિસ્થાપિતો પોતાના હકની માગણી કરી રહ્યાં છે. પરંતુ તંત્ર તેમની માગ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી રોષે ભરાયેલા નાગરિકોએ તંત્ર વિરુદ્ધ કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતું. જેમાં લાભાર્થીઓ સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના કોર્પોરેટર અનેકાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જેમણે આ વિરોધ પ્રદર્શનને ટેકો આપીને વિસ્થાપિતોની મદદ કરવાની માગ કરી હતી.