માંડવી નગરપાલિકામાં ચૂંટણી સીમાંકનમાં વિસંગતા, કોંગ્રેસે આપ્યું આવેદન - ગુજરાત ન્યૂઝ
કચ્છઃ જિલ્લાના માંડવી નગરપાલિકાના ચૂંટણી સીમાંકનમાં વિસંગતા હોવાની રજૂઆત શુક્રવારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી રફિક મારાએ કરેલી રજૂઆતમાં નવા સીમાંકનમાં 9 માંથી 7 વોર્ડમાં ફેરફાર હોવાની રજૂઆત કરીને તેમાં સુધારવાની માગ કરી હતી. ભુજ ખાતે નાયબ કલેક્ટરને રજૂઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રફીક મારાએ જણાવ્યું હતું કે, માંડવી નગરપાલિકાના સીમાંકન જોતા સ્પષ્ટ જણાઈ આવે છે કે માત્ર બે જ વોર્ડમાં ચૂંટણી પંચના નિયમો મુજબ સીમાંકન કરવામાં આવ્યું છે, જ્યારે સાત વોર્ડમાં આ સીમાંકન ચૂંટણી પંચના નિયમો મુજબ કરાયું નથી. ત્યારે નિયમો મુજબ વોર્ડની રચના કરવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ મુદ્દે જો તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી.
Last Updated : Sep 18, 2020, 7:07 PM IST