અરવલ્લીઃ ધનસુરા પોલીસે દેશી દારૂની 3 ભઠ્ઠીઓનો નાશ કર્યો - ધનસુરા પોલીસ
અરવલ્લી: જિલ્લાના વડાગામ અને કનાલ ગામે દેશી દારૂની 3 ભઠ્ઠીઓ ચાલતી હતી. જેથી પોલીસે આ ત્રણેય ભઠ્ઠી પર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસે ત્રણેય ભઠ્ઠીનો નાશ કરી આરોપીઓ પાસેથી દેશી દારૂ, બાઇક અને મોબાઈલ સહિત રૂપિયા 16,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લામાં કેટલાય સ્થળોએ દેશી દારૂ ગાળાવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જેથી ગત 15 દિવસથી પોલીસે સક્રિય બની 50 જેટલા પ્રોહિબીશનના કેસ કર્યા છે.