આજે જન્માષ્ટમીઃ શામળાજીમાં ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે કર્યા દર્શન, જુઓ વીડિયો - Celebration of Janmashtami at Yatradham Shamlaji
અરવલ્લી :જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે યાત્રાધામ શામળાજીમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંદિરના દ્વાર ખોલી સોશિયલ ડીસ્ટન્સ સાથે શ્રદ્વાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાને લઇને ઇતિહાસમાં પ્રથમ વખત શામળાજીમાં જન્માષ્ટમી નિમિતે મેળો બંધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ મંદિર ટ્રસ્ટ દ્રારા પણ આરતી સિવાયના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.