Bhai dooj 2021: યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર - Gujarat News
દેવભૂમિ દ્વારકા: આજે શનિવારે યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિર (Dwarkadhish Temple) ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. નવા વર્ષની શરૂઆત ભક્તો દ્વારા ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરી કર્યા બાદ આજે ભાઈબીજ (Bhai dooj 2021) નો પવીત્ર તહેવાર હોવાથી આજના દિવસે પવીત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. જેથી મોટી સંખ્યામાં ભક્તોએ ગોમતી સ્નાન કરી ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.