શ્રાવણના પ્રથમ દિવસે ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલે સોમનાથ મંદિરમાં કરી પૂજા-અર્ચના - nitin patel
શ્રાવણના પ્રથમ દિવસે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પણ સોમનાથ મંદિરની મૂલાકાત લઇ પૂજા-અર્ચના કરી. નર્મદા માતાનુ પવિત્ર જળ ઓમકારેશ્વર મધ્યપ્રદેશથી કાવડીયા રાજેશ બાપુ પગપાળા દોઢ મહિનાનો પ્રવાસ ખેડી લઇ આવ્યા હતા. તેમણે કોરોના મહામારીથી વિશ્વનું સોમનાથ દાદા રક્ષણ કરે, સદગતની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને નર્મદાજળ અર્પણ કર્યુ હતું. માન.ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરી સાહેબે પરીસરમાં વહેલી સવારે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.