ગુજરાત

gujarat

ETV Bharat / videos

ટંકારાનો ડેમી-2 ડેમ ઓવરફ્લો થતા ત્રણ દરવાજા ખોલાયા, 10 ગામને એલર્ટ - મોરબી ડેમ ઓવરફ્લો

By

Published : Aug 18, 2020, 9:59 AM IST

મોરબીના ટંકારા નજીક આવેલો ડેમી-2 ડેમ ઓવરફ્લો થયો છે, જેને પગલે ડેમના ત્રણ દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. જેથી મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ, ટંકારાનો ડેમી-2 ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ ઉપરવાસમાંથી 3426 કયુસેકની આવક ચાલુ છે, જેથી ડેમ તંત્ર દ્વારા ત્રણ દરવાજા દોઢ ફૂટ ખોલીને 3426 કયુસેક પાણીની જાવક કરવામાં આવી છે, તો ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જેમાં મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, મોટા રામપર, આમરણ, બેલા, ધૂળકોટ અને કોયલી તેમજ ટંકારા તાલુકાના નાના રામપર અને નસીતપર તેમજ જોડિયા તાલુકાના માવનું ગામ એમ 10 ગામોને એલર્ટ કરવામાં છે અને નદીના પટમાં નહીં જવા સાથે સાવચેત રહેવા સુચના આપી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details