વડોદરાના વેપારીઓ દ્વારા સંપૂર્ણ લોકડાઉનની માગ - corona case
વડોદરા: કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારે 28 એપ્રિલથી 5મે સુધી આંશિક લોકડાઉન આપ્યું હતું. જે ફરી આગામી 12 તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. વડોદરાના વેપારીઓનું માનવું છે કે, આંશિક બંધની કોઈ અસર જોવા મળતી નથી માત્ર દુકાનો બંધ છે પરંતુ અન્ય પ્રતિસ્થાનો ચાલુ છે જેથી કોરોનાના કેસો વધી રહ્યા છે. પાલિકા તંત્ર લાચાર છે, આ પ્રકારના બંધથી કોઈ અસર ઓછી નથી થવાની કે નથી કેસો ઘટવા ના જેથી સંપૂર્ણ બંધ રાખવુ જોઈએ.
Last Updated : May 6, 2021, 12:52 PM IST