ભરૂચના પૌરાણિક દત્તમંદિરની આરતીના દર્શન કરો
ભરૂચ: નારેશ્વરના નાથ રંગવધૂત મહારાજ દ્વારા ભરૂચના નવા ડેરા વિસ્તારમાં ભગવાન દત્તાત્રેયની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ભરૂચના ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે. દત્તમંદિરે ગુરુવાર અને દત્ત જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેમાં ભાવિકોની ભીડ ઉમટે છે. સવાર સાંજ થતી આરતીમાં શ્રદ્ધાંળુઓ જોડાઈ ધન્યતા અનુભવે છે.