ડાકોરમાં પાણી ઓસરતા નગરપાલીકા દ્વારા યુદ્ધના ધોરણે સાફસફાઈ હાથ ધરાઈ - RAIN
ખેડાઃ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે યાત્રાધામ ડાકોરમાં પાણી ભરાયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતા. મંદિરના મેઈન રોડની સાઈડ પર આવેલો સ્લેબ તુટતા 3 જેટલી કેબીનો સહીત બજારોમાં આવેલી તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઇ હતી. જેને લઇ વેપારીઓ ચિંતિત બન્યા હતા. આજે ત્રીજા દિવસે પાણી ઓસરતાં નગરપાલિકા દ્વારા યાત્રાધામમાં યુદ્ધના ધોરણે સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ભારે નુકશાનની વચ્ચે વેપારીઓ દ્વારા દુકાનોમાં સાફસફાઈ કરવામાં આવી રહી છે.