નર્મદા નદીમાં ક્રૂઝ બોટ ટેસ્ટિંગ થયું, વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ - સ્ટેચ્યૂ ઓફ યુનિટી
નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિવિધ નજરાણાં પ્રવાસીઓને મોટી સંખ્યામાં આકર્ષે છે. તેમાં વધુ એક નજરાણું ટૂંકસમયમાં ઉમેરાશે. અહીં ફરવા આવતાં સહેલાણીઓને ક્રૂઝ બોટની સફરનો આનંદ મળશે. જેનું ટ્રાયલ રન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. નર્મદા- સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે. ક્રૂઝ બોટની સફર કેવી રહેશે તે માટે ક્રૂઝ બોટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. બધું ઠીક રહેતાં 21 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બોટનું લોકર્પણ કરે તેવી શક્યતા છે.