વડોદરા: ખુલ્લી ગટરમાં ગાય ફસાઈ, ભારે જાહેમત બાદ ફાયર બ્રિગેડે કર્યો બચાવ - સલાટવાળા ગવર્મેન્ટ કવોટર્સ
વડોદરાઃ સલાટવાળા ગવર્મેન્ટ કવોટર્સ નજીક શુક્રવારે ખુલ્લી ગટરમાં એક ગાય ફસાઈ ગઈ હતી. અંદાજીત 10 ફૂટ નીચે ફસાયેલી ગાયનો બચાવ કરવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગટરમાં પાણી ભરી ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ખુલ્લી વરસાદી ગટરમાં ગાય ફસાઈ જતા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પ્રી-મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.