છોટાઉદેપુરમાં પોલિટેકનીક ખાતે બનાવેલા કોવિડ કેર અને હેલ્થ સેન્ટરને ખુલ્લું મુકાયું - Chhotaudepur Polytechnic
છોટાઉદેપુરઃ જિલ્લામાં સરકારી પોલીટેકનીકમાં બનાવામાં આવેલા કોવિડ કેર હેલ્થ સેન્ટરને સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે આ મહામારીના કપરા સમયમાં કોરોના વાઇરસથી બચવા માટે સરકારની નીતિ નિયમોનું પાલન કરીએ અને તકેદારી રાખીએ જેથી આપણા જિલ્લામાં કોરોના વધુના ફેલાય. તમેજ કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય મોહસનસિંહ રાઠવાએ જણાવ્યું કે ભગવાનને આપણે પ્રાથના કરીએ કે આ વાઇરસ જલ્દીથી ખતમ થઈ જાય. 100 બેડ વાળા આ સેન્ટરમાં ઓક્સિજન, કો મશીનની સુવિધા, સોથફ્લુ ઓ.પી.ડી રૂમ અને આર.ટી.પી.સી આર રૂમની સુવિધા છે.