દ્વારકા ST તંત્ર દ્વારા જાહેરાત: કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે 25 માર્ચ સુધી તમામ રૂટ બંધ - Dwarka News
દ્વારકાઃ જિલ્લા ST વિભાગ દ્વારા કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે 25 માર્ચ સુધી તમામ રૂટ બંધ રહેશે. સંપૂર્ણ સંચાલન બંધ રહેશે સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત અને ગુજરાતમાં ખતરનાક નોવેલ કોરોના વાઈરસના કેસ વધતા તંત્રની સાથે સાથે લોકો પણ સજાગ થયા છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને યાત્રાધામ દ્વારકા એસટી તંત્ર દ્વારા આગામી 25 માર્ચ 2020 સુધી દ્વારકા એસટી ડેપોમાં આવતી તેમજ દ્વારકા એસટી ડેપો દ્વારા ચલાવવામાં આવતી તમામ બસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.