મહીસાગર જિલ્લાના લુણાવાડાના કોરોના વોરિયર્સે કોરોનાને માત આપી - Mahisagar corona News
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડાના કોરોના વોરિયર્સ રમણભાઈ પટેલે કોરોનાને માત આપી છે. બાલાસિનોર કોવિડ હોસ્પિટલની લેબમાં તેઓ ફરજ બજાવતા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જો કે 13 દિવસની સારવાર બાદ ગુરૂવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી, જેથી ગામલોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉત્સાહ ભેર તેમનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. જિલ્લામાં ગુરુવારે બે લોકોને રજા આપવામાં આવી છે. જેમાં રમણભાઈ પટેલની સાથે સંતરામપુરના પ્રકાશભાઈ માળીએ પણ કોરોનાને હરાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 81 પર પહોંચી છે.