કોરોના વાઈરસ જાગૃતિઃ લોકગાયક કીર્તિદાન ગઢવી લોકોને સમજાવવા આવ્યા આગળ - કોરોના વાઈરસ જાગૃતિ
રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ હાલ કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. જેનો કડક રીતે અમલ લોકો હાલ કરી રહ્યા નથી. તેમજ કોરોના વાઇરસની ગંભીરતા સમજતા નથી. લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરીને સરકારને સહકાર આપવા માટે જણાવ્યું છે.