કોરોના વાઈરસ જાગૃતિઃ લોકગાયક ગીતાબેન રબારી લોકોને સમજાવવા આવ્યા આગળ - ગીતાબેન રબારી
કચ્છઃ કોરોના મહામારી વચ્ચે લોકડાઉન, આરોગ્યલક્ષી સૂચનાઓનું પાલન અને તંત્રને સહકારની અપીલ વચ્ચે હજી પણ અનેક લોકો બેફિકર બની ફરી રહ્યા છે. આવા સમયે સમાજના વિવિધ આગેવાનો પોતાની ફરજ સમજીને તેેમના ચાહક વર્ગને સાવચેત રહેવા અનુરોધ કરી રહ્યા છે. કચ્છી કોયલ લોકગાયક ગીતાબેન રબારીએ એક વીડિયો મારફતે લોકોને આ મહામારી સામે લડવા માટે સહકાર અને સંર્પુણ રીતે તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.