આણંદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ - કોરોના વેક્સિનેશન
આણંદ: સમગ્ર દેશમાં આજે શનિવારથી કોરોના વેક્સિનના રસીકરણની કામગીરી શરૂ ગઈ છે, ત્યારે આણંદ જિલ્લામાં પેટલાદ સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના સૌ પ્રથમ સિવિલ સર્જન ડૉ.ગિરીશ કાપડિયાએ રસી મુકાવી હતી. આ સાથે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં 119 અન્ય લાભાર્થીઓને પણ શનિવારે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ અંગે ડૉ.ગિરિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે કોરોના મહામારીની શરૂઆતથી આરોગ્ય વિભાગના કર્મચારીઓની વિશેષ કાળજી લીધી છે અને અત્યારે ચાલુ થયેલી રસીકરણની પ્રક્રિયામાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રાથમિકતા આપી છે.