રાજકોટમાં દાખલ કોરોના દર્દીની સ્થિતિમાં સુધારો: ગોવિંદ પટેલ - રાજ્યના પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલ
રાજકોટ: રાજકોટમાં કોરોના દર્દીનો 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેને લઈને રાજકોટ આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. રાજકોટના ત્રણ ધારાસભ્યોએ પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે રાજ્યના પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કોરોના દર્દીની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું.