વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના નેગેટિવ દર્દીના મોતને લઈને પરિવારજનોનો તંત્રની બેદરકારી પર આક્ષેપ - latest news in Vadodara
વડોદરા: શહેરની SSG હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. SSG હોસ્પિટલમાં કોરોનાં વોર્ડમાં દાખલ દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ બહાર દેખાવ કર્યા હતા. જેમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તેમ છતાં તેઓને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. માત્ર ચાર જ કલાકમાં તેમના મૃત્યુ અંગેના પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા હતા. તેમજ મૃત્યુ પામનાર દર્દીના અંગો કાઢી લેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો.