ભરૂચમાં સોમવતી અમાસના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે કોરોનાની અસર જોવા મળી - સ્તંભેશ્વર મહાદેવ
ભરૂચ: સોમવતી અમાસનું ઘણું જ ધાર્મિક મહત્વ રહેલું છે. આ દિવસે પવિત્ર નદીઓ અને સમુદ્રના સંગમ સ્થળે સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલા સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવતી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને મેળાનું પણ આયોજન થતું હોય છે. જો કે કોરોનાની અસર સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પણ જોવા મળી હતી. ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા તો પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પણ પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાદેવના દર્શન કરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.