વડોદરા: કોયલી ફળિયામાં શ્રીજીની સ્થાપનાને લઈ પોલીસ સાથે વિવાદ
વડોદરા: શનિવારથી શ્રીજી મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે કોરોનાના કારણે સાર્વજનિક ઉત્સવ અને ધાર્મિક ઉત્સવની ઉજવણી પર સરકારે પ્રતિબંધ લાદ્યો છે. જેથી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા કોયલી ફળિયામાં શ્રીજીની સ્થાપના થઇ રહી હોવાની માહિતી સીટી પોલીસને મળી હતી. જેને લઇને સીટી પોલીસનો કાફલો કોયલી ફળિયા ખાતે પહોંચતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે સામાન્ય વિવાદ થયો હતો. જો કે, કોયલી ફળિયામાં ઘરના ખુલ્લા ઓરડામાં પ્રતિમા સ્થાપવાની હતી. આમ છતાં પોલીસે આવીને વિવાદ કર્યો હતો. જેથી કોયલી ફળિયાના અગ્રણીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ અધિકારી સાથે જરૂરી ચર્ચા કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.