મહેસાણામાં સી.આર.પાટીલનું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું - ઊંઝામાં સી.આર.પાટીલનું વિવાદાસ્પદ નિવેદન
મહેસાણા: જિલ્લામાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ પહેલી વાર મહેસાણા જિલ્લામાં ઊંઝાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ઊંઝા APMC ખાતે પહોંચેલા સી.આર.પાટીલે પોતાના નિવેદનમાં દિલ્લીને ઠગોનું નગર ગણાવી દિલ્લી સરકાર સામે પણ ઠગ સરકાર હોવાનું વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. નવનિયુક્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષનુ આ નિવેદન ભારે ચર્ચામાં સપડાયું છે. જ્યારે વિસનગર તાલુકાના ભાંડું ગામે પહોંચતા સ્વાગતની તૈયારીઓમાં હાજર મહિલાઓએ ગરબાની રમઝટ જમાવી હતી. ત્યાં સવાલ એ પણ ઉભા થયા છે કે, શું નેતાના કાર્યક્રમમાં સામાજિક અંતર અને નિયમોની એસી તેસી સામે કેમ કોઈ સરકારની ગાઈડલાઈનનો અમલ કરવવામાં આવતો નથી. ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ દર્શાવ્યો હતો.