ભાજપના નવા પ્રમુખને શુભેચ્છા આપવાની સાથે કોંગ્રેસ પ્રવક્તાએ આ પણ કહ્યુ ! - કોંગ્રેસની ભાજપ પ્રમુખને શુભેચ્છા
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂક કરવામાં આવી છે. પાટીલને શુભેચ્છા પાઠવવાની સાથે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર એ જણાવ્યું હતું કે, દરેક પાર્ટી પોતાની રણનીતિ નક્કી કરતી હોય છે અને ત્યારબાદ રણનીતિના આધારે દરેક સભ્યોની નિમણૂક કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણૂકની રણનીતિ ભાજપ જાણે. જયરાજસિંહ પરમારે ઉમેર્યુ હતું કે ગુજરાતમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોઈ પાટીલની કોઈ અસર જોવા નહીં મળે. સી આર પાટીલ ના કારણે ભાજપ વોટ બેંક નહીં તોડી શકે. પરમારે આડકતરી રીતે જણાવ્યું હતું કે, આગામી કુલ 8 બેઠકો પર થનારી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થવાનો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે પેટા ચૂંટણીની માટે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે સહ નિરીક્ષકો અને નિરિક્ષકોની બેઠક મળવાની છે. જેમાં 8 બેઠકો અંગે ચર્ચા વિચારણા અને તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ ઉપર આખરી મહોર મારવામાં આવશે.