ગુજરાત

gujarat

By

Published : Dec 25, 2019, 8:00 AM IST

ETV Bharat / videos

સુરેન્દ્રનગર-વઢવાણ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા કોંગ્રેસના ધરણા

સુરેન્દ્રનગરઃ શહેરના સર્વાંગી વિકાસ માટે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા તેમજ વઢવાણ નગરપાલિકાને ટ્વિન સિટી જાહેર કરવા હિલચાલ શરૂ થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમજ સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય બહાર કોંગ્રેસી કાર્યકરોએ ધરણા યોજી વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની માગ કરી હતી. સાથે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોએ સુરેન્દ્રનગરના સર્વાંગી વિકાસ માટે સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details