રાજકોટની ઓરેન્જ કોવિડ હોસ્પિટલ ખાતે કોંગ્રેસનો વિરોધ - Rajkot City Congress
રાજકોટઃ જિલ્લામાં આવેલા ઓરેન્જ કોવિડ હોસ્પિટલ ખાતે એક પોઝિટિવ દર્દીનું મોત થતા દર્દીના પરિજનો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ બહાર બેનર્સ પણ લગાડવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું, આ હોસ્પિટલ નહિ કતલખાનું છે. કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ બહાર વિરોધનો કાર્યક્રમ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.