ગુજરાત

gujarat

ETV Bharat / videos

સીટી બસ અકસ્માત બાદ શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની મુખ્ય કચેરીમાં ભારે વિરોધ - સીટી બસના કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ

By

Published : Nov 22, 2019, 11:15 PM IST

સુરત: છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સીટી બસની અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારે શુક્રવારે સીટી બસની અડફેટે વધુ એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. સુરતમાં બેફામ બનેલી સીટી બસના કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા અને મૃતકોના પરિવારને આર્થિક સહાય ચૂકવવાની માગ સાથે શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની મુખ્ય કચેરીમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષની બેઠક ચાલી રહી હતી, જે દરમિયાન સભાખંડની બહાર જ કોંગ્રેસીઓએ નારેબાજી અને સુત્રોચાર કરી સીટી બસ સેવા બંધ કરવાની પણ માગ હતી. પાલિકાની મુખ્ય કચેરીમાં જ ભારે વિરોધ થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ કોંગ્રેસીઓની પોલીસ અને પાલિકાના માર્શલ જવાનો સાથે ઘર્ષણની સ્થિતિ પણ ઉભી થઇ હતી. જ્યાં કોંગ્રેસીઓ અને માર્શલ સહિત પોલીસ વચ્ચે રીતસર ધક્કા-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ મનપા કમિશ્નરને મળી આ અંગે રજુઆત કરી હતી. જ્યાં પાલિકા કમિશ્નર દ્વારા બે દિવસમાં બેઠક ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details