AMCએ બંધ કરેલી ઈ-રીક્ષા ફરી શરૂ કરાવવા કોંગ્રેસે વિરોધ કર્યો - news of ahmedabad
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકડાઉન દરમિયાન ઈ-રીક્ષા શરૂ કરવામાં આવી હતી. જે કન્ટેન્ટમેન્ટ અને માઈક્રો-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ખાવા- પીવાની વસ્તુઓ તેમજ અન્ય જરૂરિયાત સેવા પહોચાડતી હતી. આ રીક્ષા હવે બંધ કરી દેવામાં આવી છે. જેથી કોંગ્રેસે આ રીક્ષાને શરૂ કરવા માટે વિરોધ નોંધાવ્યો છે. વિરોધના ભાગરૂપે મણીનગરની દક્ષીણ ઝોન કચેરી ખાતે કોંગ્રેસે રામધુન બોલાવી હતી અને રીક્ષા ફરી શરૂ કરવા માગ કરી હતી.