ભાજપમાં જોડાયાલા તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત - મોરબી ભાજપ
મોરબીઃ જિલ્લામાં રવિવારે ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેથી જિલ્લા કોંગ્રેસે પ્રતિક્રિયા આપીને પલટવાર કર્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપ પાસે સક્ષમ ઉમેદવાર નથી. જેથી મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજ પાંચોટિયા ભાજપમાં જોડાયા છે. જેને લઇને કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના 16 સભ્યોએ TDOને લેખિતમાં રજૂઆત કરી અવિશ્વાસની દરખાસ્ત મુકી છે.