ડાંગ જિલ્લા કાંગ્રેસમાં ગાબડું, જિલ્લા પંચાયતના 1 સભ્ય સહિત તાલુકા પંચાયતના 3 સભ્યો ભાજપમાં જોડાયા - ભારતીય જનતા પાર્ટી
ડાંગઃ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત રાજ્યસભાની ચૂંટણી સમયે ડાંગના માજી ધારાસભ્ય ડૉ.મંગળ ગાવીતના રાજીનામાં બાદ જિલ્લામાં કોંગ્રેસની જમીન ખસતી જાય છે. આગામી દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનારી છે, સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાશે. કોંગ્રેસના એક માત્ર કદાવર નેતા ડૉ. મંગળ ગાવીતે રાજીનામું આપ્યા બાદ જે બાદ હજારોની સંખ્યામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો. જ્યારે આજે શનિવારે બરડા જિલ્લા પંચાયતના ચાલું સદસ્ય લાલભાઈ ગાવીત, અન્ય 3 વઘઇ તાલુકા પંચાયત અને 1 આહવા તાલુકા પંચાયતના કોંગ્રેસી સદસ્યોએ કેસરિયો ધારણ કરી લેતાં ડાંગ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. આહવા તાલુકા પંચાયતના અલ્કાબેન, વઘઇ તાલુકા પંચાયતના સદસ્યો પ્રકાશભાઈ વાઘેલા અને જહિદાબેને આદિજાતિ પ્રધાન ગણપતભાઈ વસાવના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.