શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન થઈ અથડામણ - કૃષ્ણ જન્મોત્સવ
અરવલ્લી:કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા શામળાજીના શામળપુર નજીકથી નિકળી રહી હતી તે દરમિયાન શોભાયાત્રામાં સામેલ લોકોએ એક કાર ચાલકને થોડી વાર કાર થોભવાનું કહેતા મામલો બીચકાયો હતો.નજીવી બાબતના ઝઘડાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.શોભાયાત્રામાં કેટલાક અસામાજીક તત્વોએ કાર ચાલક પર હુમલો કર્યો હતો અને પથ્થર મારો કરી કારના કાચ તોડ્યા હતા.ટ્રાફિકથી સત્તત ધમધમતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ધીંગાણું સર્જાતા પળવારમાં વાહનોની લાંબી કતાર લાગી જતા ટ્રાફિક જામ થયો હતો.શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.